નમસ્કાર ખેડૂતમિત્રો આપ સૌનું kheduthub પર સ્વાગત છે. ગુજરાત પર હાલ બે વરસાદી સિસ્ટમ શક્રિય છે. આ બન્ને વરસાદી સિસ્ટમ થી ક્યાં કેટલો પડશે વરસાદ તેની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ને કારણે આજે 9 જિલમાં રેડ એલર્ટ જાહેર કરવસમાં આવ્યું છે. અને 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ક્યાં જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈ સુરત, તાપી, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં આજે રાત્રિના 8 વાગ્યા સુધીમાં 3 ઇંચથી 10 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે.
ક્યાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
વરસાદી સિસ્ટમને લીધે ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવા ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 7 દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે
ગુજરાતમાં અરબી સમુદ્રમાં ઘણાં સમયથી લો પ્રેશર બન્યું હતું જે સર્ક્યુલેશન સર્કલમાં પરિવર્તન થઈ ગયું છે ઉપરાંત બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર કે જે ઘણા સમયથી મધ્ય પ્રદેશ પર સ્થિર હતું તે હવે ગુજરાતમાં આવી પહોંચ્યું છે. મધ્ય પ્રદેશ પાસે અરબી સમુદ્રનું સર્ક્યુલેશન સર્કલ અને બંગાળની ખાડીનું લો પ્રેશર એક થઇ જશે જેથી બંગાળની ખડીમાંથી આવેલ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ ગુજરાત પર કેન્દ્રિત થશે અને ડીપ ડીપ્રેશનમા પરિવર્તન થઈ સિસ્ટમ મજબૂત બનશે. આ સિસ્ટમથી ગુજરાતમાં 31 ઓકટોબર સુધી સારા અને સાર્વત્રિક વરસાદની સંભાવના છે.