કપાસમાં સુકારો
કપાસમાં સુકારો

કપાસમાં સુકારો

નમસ્કાર ખેડૂતમિત્રો kheduthub પર આપ સૌનું સ્વાગત છે. ખેડૂતમિત્રો ગયા અઠવાડિયાની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે. ભારે વરસાદ સાથે પવનની ગતિ પણ 30 થી 45 કી.મી પ્રતિ કલાક જેટલી હતી જેથી ઉભા પાકોને ખૂબ જ મોટાપાયે નુકશાન થયું છે. રોકડીયો પાક કપાસમાં સુકારો ની સમસ્યા પણ જોવા મળી રહી છે.

કપાસમાં સુકારો
કપાસમાં સુકારો

કપાસમાં સુકારો

વરસાદ થંભી ગયા બાદ છેલ્લા બે દિવસથી ઘણા બધા ખેડૂતોએ વોટ્સએપ, ફેસબૂક વગેરે માધ્યમથી પાક નુકશાનીના વીડિયો શેર કર્યાં છે. જેમાં શાકભાજી પાકો, અનાજ પાકો, બાગાયતી પાકો અને કપાસ જેવા રોકડીયા પાક હોય આ તમામ પાકોને વરસાદથી ખૂબ જ મોટું નુકસાન થયું છે, કપાસમાં સુકારો આવવાથી ખેડૂતની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે.

🌱 કપાસના પાકની માહિતી માટે અહીં ક્લિક કરો👈

ગુજરાતમાં બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, કચ્છ, વડોદરા, સુરત, આણંદ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારો કે જ્યાં સફેદ સોનુ ગણાતાં કપાસના પાકનું વાવેતર વધારે વિસ્તારમાં થયેલ છે. જે ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેેેેતર કરેલ હતું અને જે ખેડૂતમિત્રોનો કપાસ અઢીથી ત્રણ મહિનાનો હતો અને કપાસમાં 20-30 જીંડવા લાગી ગયા હતા તે કપાસને વરસાદથી વધુ નુંકશાન થયાના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે.

શરૂઆતમાં સારા વરસાદ થયાં અને કપાસનો પાક પણ સારો હતો. પરંતુ વરસાદની પેટર્ન બદલાઈ અને ભારે પવન સાથે અતિભારે વરસાદ થયો જેના કારણે એક સમસ્યા એ થઈ કે મોટો કપાસ વધુ જિંડવા અને ફાલ ફુલનાં વજનથી જમીનગ્રસ્ત થઈ ગયો અને ફાલ ફૂલ ખરી ગયાં જેથી કપાસ સાવ ખાખરી ગયો છે, ઉપરાંત બીજી સમસ્યાની વાત કરીએ તો કપાસ ઉભો લંઘાઈ ને મુરજાઈ જાય અથવા કપાસના છોડને જાણે ઉંબળી નાખ્યો હોય અને સુકાઈ જાય તેમ સુકાવા લાગે છે. આવું થવાનું મુખ્ય  કારણ કપાસના ઉભા પાક પર સતત ત્રણથી ચાર દિવસ વરસાદ થયો અને ત્યારબાદ તીવ્ર તડકા સાથે વરાપ વાતાવરણ છે. વરસાદ દરમિયાન વાતાવરણમાં ભેજ ખૂબ વધારે હતો અને વરસાદે વિરામ લેતા અચાનક જ તીક્ષ્ણ તડકા સાથે વરાપ નીકળી જેના કારણે કપાસના મૂળ પર કવચ સ્વરૂપે ફૂગ બાજી ગઈ છે અને કપાસનો છોડ ખોરાક લઈ શકતો નથી જેથી કપાસ સ્ટ્રેસ કે તણાવ મા આવી ગયો છે. કપાસ વરાપ નિકલ્યાના એક-બે દિવસમાં જ સંપૂર્ણ લંઘાઈ જાય અને મુરજાઈ જાય છે જે પેરાબીલ્ટ ફૂગને કારણે થાય છે.

કપાસમાં સુકારાના ઉપાય

ખેડૂતમિત્રો પેરાબીલ્ટને અટકાવવા માટે આપણે ખૂબ ઓછા ખર્ચાળ ઉપાયો વિશે આપણે અહીં જણાવીશું. સોશિયલ મીડિયા પર કપાસના સુકારાના સમાચાર વાયરલ થયા ત્યારથી જ ઘણા બધા એગ્રો વાળા અને અન્ય ખેડૂતને ભોળાવતાં વ્યક્તિઓ દ્વારા પોસ્ટ અને વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ આ દવા છંટકાવ કરો તો કપાસ 100% પેલા જેવો  થઈ જશે, આ દવા કે ખાતર ડ્રિપમા આપશો તો કપાસ પેલા જેવો થઈ જાય. તો ખેડૂતમિત્રો આપણે માનવ છીએ આપણે કુદરતની થપાટ સામે લડવુ એ સહેલું નથી. આપણે કોઈ એવા ઉપાય કરીએ જેનાથી કોઈ મોટો ખર્ચો ન થાય અને કપાસના સુકારાને અટકાવવામાં ઉપયોગી થાય.

🌱 બસ આટલું કરો અને મગફળીમાં ભરપૂર ઉત્પાદન મેળવો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો👈

ઉપાય 1

ખેડૂતમિત્રો સૌ પહેલાં વરસાદ થંભી જાય એટલે તરત જ બોર કે કૂવાનું પાણીથી કપાસને પિયત આપી પાલર પાણી ઉતારવું જોઈએ. પાલર પાણી નો ઉપાય સૌથી શ્રેષ્ઠ છે કારણકે આ બિલકુલ મફત છે.

બોર કે કુવાનું પાણી આપવાથી જમીનમાં હવાની અવર-જવર વધશે જેથી કપાસના મૂળને ઓક્સિજન મળશે અને કપાસમાં સુધારો થશે.

ઉપાય 2

સતત વાદળછાયું વાતાવરણ રહેવાથી કપાસનો છોડ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકતો નથી માટે હવે તેને ખોરાકની જરૂર છે, માટે 16 ગૂંઠાના વિધે 6 થી 8 કિલો એમોનિયમ સલ્ફેટ સાથે કાર્બન્ડેઝીમ 12% + મેન્કોઝેબ 63% ટેક્નિકલ ધરાવતું ફૂગનાશક મિક્સ કરીને કપાસના છોડ નજીક આપો.

અહીં જણાવેલ ફૂગનાશક કપાસના મૂળ ફરતે રહેલ ફૂગનો નાશ કરશે જેથી કપાસ મૂળ મારફતે ખોરાક લઈ શકશે. ઉપરાંત એમોનિયમ સલ્ફેટ કે જે કપાસને પાણી લાગી ગયું હોય તેમાં રાહત આપશે અને તેમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર કપાસના પાકને ખોરાક તરીકે મળશે આમ એમોનિયમ સલફેટથી બે બાજુના લાભ મળશે. અને કપાસમાં રિકવરી આવવાની શક્યતાઓ વધી જશે.

ઉપાય 3

કપાસમાં લાગેલ ફૂગના નિવારણ માટે કોબાલ્ટ ક્લોરાઇડ નામનું કેમિકલ 1 થી 1.5 ગ્રામ લઈ તેને 100 લીટર પાણીમાં મિશ્રણ તૈયાર કરવું અને કપાસ પર ઘાટો સ્પ્રે કરવો.

કપાસમાં પાલર પાણી આપતાં સમયે પંપનો ફુવારો ખોલી લઈ આ મિશ્રણ પમ્પ દ્વારા વહેતાં પાણીમાં આપવું તેનાથી પણ ફૂગમાં રાહત મળશે.

કપાસમાં સુકારાના લક્ષણો જોવા મળ્યાના 24 કલાકની અંદર જો આ ઉપાય કરી લેવામાં આવે તો કપાસમાં 80% જેટલી રિકવરી આવવાની સંભાવના છે. જેમ મોડું થશે તેમ રિજલ્ટ પણ ઓછું મળશે.

આ ઉપાય ખૂબ ઓછો ખર્ચાળ છે 1 ગ્રામ કોબાલ્ટ ક્લોરાઈડની કિંમત 15 થી 20 રૂપિયાની આસપાસ છે.

આ ઉપાય કરવામાં મુશ્કેલી એ છે કે કોબાલ્ટ ક્લોરાઇડ મોટા ભાગના એગ્રો પર તપાસ કરવાથી પણ ખેડૂતોને મળતું નથી.ખેડૂત ભાઈઓ આ કેમિકલ તમને કૃષિ યુનિવર્સિટીમાંથી અથવા ઓનલાઈન મળી રહેશે પરંતુ ઓનલાઈન મંગાવવામાં 3થી 4 દિવસનો સમય લાગી જાય છે.

👉કોબાલ્ટ ક્લોરાઇડ ખરીદવા અહીં ક્લિક કરો👈

ખેડૂતમિત્રો આ ઉપાય કરશો તો કપાસમાં રિકવરી આવવાના ચાન્સ વધી જશે. માટે કોઈ ભારે કે ખર્ચાળ પદ્ધતિનો ઉપયોગ કરવો નહીં. ખર્ચાળ ઉપાયો કર્યા પછી પણ રિકવરી ન આવે તો તે આર્થિક નુક્શાનમાં વધારો કરશે.

ખેડૂતમિત્રો તમને જો આ ઉપાય ઉપયોગી લાગે તો અન્ય ખેડૂતમિત્રો ને પણ શેર કરજો જેથી તે લોકો પણ ખોટા ખર્ચાથી બચી શકે.

~KhedutHub

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *