હવામાન વિભાગની વરસાદની આગાહી:
ગુજરાતમાં 25 સપ્ટેમ્બર 2024 બાદ ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારો પર વરસદનું જોર વધુ રહે તેવી શક્યતા છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વરસાદ બંગાળની ખાડીમાંથી આગળ વધતી મોનસૂન સિસ્ટમના કારણે પડી રહ્યો છે. 27 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જેની સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ શકે છે.
ક્યાં કેટલો વરસાદ પડશે
આ વર્ષે, મોસમના અંતિમ દિવસોમાં આવતો આ વરસાદ ખેડૂતો માટે મહત્ત્વનો છે, કારણ કે તે શિયાળુ પાકો માટે યોગ્ય પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે. વરસાદના ફાયદા સાથે ખેડૂતોને નુકશાન પણ છે કેમ કે અમુક પાક હાલ લેવા યોગ્ય પણ થઈ ગયા છે.