નમસ્કાર ખેડૂતમિત્રો,
આપ સૌનું ખેડૂત હબ પર સ્વાગત છે. આજે આપણે કપાસમાં ફૂલ-જીંડવા ખરતાં અટકાવવાના ઉપાય વિશે માહિતી મવળવીશું. કપાસમાં આ વર્ષે જન્માષ્ટમી દરમિયાન સતત ત્રણ થી ચાર દિવસ વરસાદ પડયો તેના કારણે ખૂબજ નુકસાન થયું છે. તેમાં પણ જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા ત્યાં કપાસમાં સુકારાની સમસ્યા થઈ છે. જે કપાસમાં ફૂલ અને જીંડવા વધારે હતા તે કપાસ સુકાઈ ગયો. જે કપાસમાં ફાલ હતો અને જીંડવા ન હતા તે કપાસમાં ફાલ ખરી ગયો પરંતુ કપાસ સુકાયો નથી. હવે આ કપાસમાં ફૂલ-જીંડવા ખરતા અટકાવવાના ઉપાય વિશે વાત કરીએ તે પહેલાં આપણે કપાસમાં ફૂલ-જીંડવા ખરવાના કારણો વિશે જાણીએ.
કપાસમાં ફૂલ-જીંડવા ખરવાના કારણો
કપાસમાં ફૂલ ખરવા માટે બે પરિબળો જવાબદાર છે. જેમાં પીળા ફૂલ અને લાલ ફૂલ કે જેને પાકો ફાલ કહેવાય તે બંને અલગ અલગ કારણે ખરતા હોય છે
કપાસમાં પીળા ફૂલ ખરી પડતા હોય તો તે કપાસમાં એમિનો એસિડની ઉણપ દર્શાવે છે.
કપાસમાં લાલ ફૂલ અથવા જીંડવા ખરી પડતા હોય તો તે કપાસમાં બોરોનની અછતને લીધે ખરતા હોય છે.
કપાસમાં ફૂલ-જીંડવા ખરતા અટકાવવાના ઉપાયો
કપાસમાં ફૂલ-જીંડવા ખરતા અટકાવવા ટાટા બહાર 30ml અથવા ફેન્ટેક પ્લસ 15ml અથવા અન્ય કોઈપણ ટોનિક કે જેમાં એમિનો એસિડ હોય તે ટોનિકનો સ્પ્રે કરવાથી કપાસમાં પીળા ફૂલ ખરતા અટકી જશે. આ ટોનિકનો સ્પ્રે કરતી વખતે બોરોન 20% 15gram પમ્પમાં મિક્સ કરી છંટકાવ કરવાથી જીંડવા અને લાલ ફૂલ ખરતા અટકી જશે.
ખેડૂત મિત્રો, કપાસમાં ફૂલ-જીંડવા ખરતા હોય તો સમયસર ઉપાય કરી તેને અટકાવી શકાય જેથી કપાસમાં સારું ઉત્પાદન મેળવી શકાય. માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂતમિત્રો સાથે શેર જરૂર કરજો.