કપાસમાં ગુલાબી ઈયળ આવી ગઈ છે તમને ખબર પડી | કપાસમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ

કપાસમાં ગુલાબી ઈયળ આવી ગઈ છે તમને ખબર પડી | કપાસમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ

પ્રસ્તાવના

નમસ્કાર ખેડૂતમિત્રો આપનું kheduthub (ખેડૂત હબ) પર સ્વાગત છે આ લેખમાં કપાસમાં આવતી ગુલાબી ઈયળનું નિયંત્રણ કેવી રીતે કરવું તેની જાણકારી આપવામાં આવી છે. તો સંપૂર્ણ લેખ ધ્યાન પૂર્વક અને છેલ્લે સુધી વાંચો.

Khedut Hub

કપાસની ખેતી

ખેડૂતમિત્રો હાલ રાજ્યમાં 90% વિસ્તારમાં વાવણીનો વરસાદ થઈ ચૂક્યો છે અને વાવણી કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. રાજ્યના કુલ વાવેતર વિસ્તાર પૈકી અંદાજે 25 લાખ હેકટરમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. ગયા વર્ષે 2023માં કપાસનો વાવેતર વિસ્તાર 27 લાખ હેક્ટર હતો. 2024 માં કપાસનું વાવેતર ગયા વર્ષ કરતા આશરે 2 લાખ હેકટર જેટલું ઘટ્યું છે અને તેનું એક મુખ્ય કારણ ગુલાબી ઇયળ છે.

ગુલાબી ઈયળ થી પ્રભાવીત ફૂલ
ગુલાબી ઈયળ થી પ્રભાવીત ફૂલ

ગુજરાતમાં વાવણી થયા ને લગભગ 1 મહિના કરતા વધારે સમય વીતી ચુક્યો છે અને કપાસ પણ એક મહિના જેટલો થઈ ગયો છે. આ સમયે કપાસ વેજીટેટિવ ગ્રોથમાં હોય ત્યારે કપાસનો પાક તંદુરસ્ત રહેવો આવશ્યક છે. કપાસમાં ગુલાબી ઇયળ ના કારણે 5% થી 50% સુધી ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે. ગુલાબી ઇયળના નિયંત્રણ માટે જો સમયસર પગલાં લેવામાં આવે તો ઉત્પાદનના મોટા ઘટાડા થી બચી શકાય છે.

ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી

ચોમાસામાં પ્રથમ વરસાદ થાય પછી જમીનમાં રહેલ ગુલાબી ઇયળ કોસેટા અવસ્થામાંથી ફૂદા સ્વરૂપે જમીનની બહાર આવે છે. મોટા ભાગે જુલાઈ મહિના ના અંતમાં એટલે કે 25 જુલાઈ આસપાસના સમયગાળામાં ગુલાબી ઇયળ નો કોસેટો શક્રિય થાય છે અને પતંગિયા સ્વરૂપે જમીનમાંથી બહાર નીકળે છે. ત્યારબાદ તે પોતાની પેઢી આગળ વધારવા માટે પ્રજનન ક્રિયા કરી ઈંડા મૂકે છે.

ગુલાબી ઈયળનું ઈંડુ

ગુલાબી ઇયળના પતંગિયા કપાસની ડાળી પર જ્યાં નવી કળી નીકળતી હોય ત્યાં ઈંડા મૂકે છે કે જ્યાં કપાસમાં ફૂલ ખીલી અને જીંડવું બનતું હોય છે. ઈંડા અવસ્થામાંથી 3થી 5 દિવસ પછી પ્યુપા (ગુલાબી ઇયળનું સૂક્ષ્મ સ્વરૂપ) બહાર આવે છે અને ખીલી રહેલ ફૂલ માં ઝીણું હોલ કરી પ્રવેશ કરે છે અને જીંડવા ને નુકસાન કરે છે. પરંતુ જુલાઈ મહિનામાં કપાસ આશરે 1 મહિના જેવડો હોય છે અને એ સમયે કપાસમાં ફૂલ હોતા નથી અથવા તો નહીવત પ્રમાણમાં હોય છે. તેથી પ્યુપા(ગુલાબી ઇયળનું સૂક્ષ્મ સ્વરૂપ)ને ખોરાક મળતો નથી અને નાશ પામે છે માટે આ ગુલાબી ઈયળની આ શરૂઆતની પેઢીને આત્મઘાતી પેઢી કહે છે.

ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવ્યા પછી શું તકેદારી રાખવી

નીચેના પગલાંનું સમયસર અનુસરણ કરવાથી ગુલાબી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય અને ઉત્પાદનમાં મોટા ઘટાડાથી બચી શકાય છે.

●ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુલાબી ઇયળની મોજણી માટે એકરે 5 ફેરેમોન ટ્રેપ લગાવો.

●ફેરેમોન ટ્રેપનું દરરોજ નિરીક્ષણ કરતા રહો
ટ્રેપમાં 4-5 ફુદા પકડાય એટલે તરત જ ઈંડા,ફુદા Sold ઇયળનાશી દવાનો છંટકાવ કરો.

●દવાનો છંટકાવ કર્યા પછી પણ નિયમિત ટ્રેપનું નિરીક્ષણ કરતા રહો.

●નવા ફુદા પકડાય એટલે ફરીથી દવાનો સ્પ્રે કરો.

●ગુલાબી ઇયળના નિયંત્રણ માટે એકની એક દવાનો ઉપયોગ વારંવાર કરવો નહીં. તેમ કરવાથી ગુલાબી ઇયળમાં તે દવા સામે લડવા સક્ષમ બની જાય છે.

સાર

ખેડૂતમિત્રો ગુલાબી ઇયળ પર જો સમયસર નિયંત્રણ માટે પગલાં લેવામાં આવે તો ગુલાબી ઇયળને અટકાવી શકાય છે અને કપાસને ગુલાબી ઇયળના ભરડાથી બચાવી અને કપાસમાં સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે.ગુલાબી ઇયળથી ડરો નહિ, તેની સામે લડો!

ખેડૂતભાઈઓ આ પોસ્ટમાં આપણે જાણ્યું કે ગુલાબી ઇયળ પર નિયંત્રણ કેવી રીતે મેળવવું. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અન્ય ખેડૂતો સાથે પણ શેર કરશો!

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *