NPK 00 52 34 અને NPK 13 00 45

NPK 00 52 34 અને NPK 13 00 45

નમસ્કાર ખેડૂતમિત્રો ,

આજના લેખમાં આપણે NPK 00 52 34 અને NPK 13 00 45 ચિલેટેડ ખાતરો વિશે વાત કરીશું. NPK 00 52 34 અને NPK 13 00 45 બંનેમાં શુ તફાવત છે?, છોડમાં શુ કાર્ય કરે છે?, સ્પ્રે ક્યારે કરવો?, NPK 00 52 34 અને NPK 13 00 45 થી છોડને ક્યાં પોષક તત્વો મળે છે? ઉપરાંત ક્યાં પોષકતત્વનું છોડમાં શુ કાર્ય છે? આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ લેખમાં મળી રહેશે.

NPK 00 52 34

NPK 00 52 34 માં 52% ફોસ્ફરસ અને 34% પોટેશિયમ હોય છે.

ફોસ્ફરસ છોડની ડાળીઓનો વિકાસ કરે છે, મૂળનો વિકાસ કરે છે અને ફળનો વજન વધારવામાં પણ કાર્ય કરે છે.

પોટેશિયમ એ છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને છોડને કીટકો સામે લડવા માટે સક્ષમ બનાવે છે ઉપરાંત ફળની સાઈઝ અને ચમક વધારી ફળને સારી ગુણવત્તા યુક્ત બનાવે છે.

NPK 00 52 34

NPK 00 52 34 નો સ્પ્રે ક્યારે કરવો?

NPK 00 52 34 નો સ્પ્રે છોડ ફ્લાવરિંગ સ્ટેજમાં આવે એટલે કે છોડ પર ફૂલ બેસવા લાગે ત્યારે NPK 00 52 34 નો સ્પ્રે કરવામાં આવે છે. ફ્લાવરિંગ સ્ટેજમાં NPK 00 52 34 નો સ્પ્રે કરવાથી ફૂલની સંખ્યામાં વધારો થાય છે અને ફળનો વિકાસ ઝડપથી થાય છે ઉપરાંત ફળ સારી  ગુણવત્તા વાળા થાય છે.

NPK 00 52 34 સાથે અન્ય ક્યાં ખાતરો મિક્સ કરી શકાય?

NPK 00 52 34 સાથે અન્ય ખાતરો મિક્સ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે  NPK 00 52 34 સાથે મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ મિક્સ કરી શકાતા નથી. મેગ્નેશિયમ સલ્ફેટ કે ઝીંક સલ્ફેટ NPK 00 52 34 સાથે મિક્સ કરી છંટકાવ કરવાથી પાકના પાંદડાં દાજી જાય અને બળી જાય છે.

NPK 00 52 34 સાથે માત્ર ચિલેટેડ ઝીંક મિક્સ કરીને સ્પ્રે કરી શકાય, તેમાં પણ ઝીંક 12% નો જ ઉપયોગ કરવો હિતાવહ છે. અન્ય ચિલેટેડ ઝીંક 21% અને ઝીંક 33% પણ બજારમાં મળે છે પરંતુ તેનો ઉપયોગ કરવો નહીં.

NPK 00 52 34 સ્પ્રે ડોઝ

NPK 00 52 34 એક પમ્પમાં 100 ગ્રામ નાખી સ્પ્રે કરવો. જો ઝીંક 12% મિક્સ કરીને સ્પ્રે કરવો હોય તો એક પમ્પમાં 10 ગ્રામ મિક્સ કરી સ્પ્રે કરી શકાય.

NPK 00 52 34 અને ઝીંક 12% નો ડોઝ અગાઉ બનનાવવો નહિ છંટકાવ સમયે સીધા પમ્પમાં મિક્સ કરવા અથવા બંને અલગ અલગ પાત્રમાં ઘોળ તૈયાર કરવું અને પમ્પ ભરો ત્યારે જ તેને પમ્પમાં મિક્સ કરો. આમ કરવાનું મુખ્ય કારણ એ છે કે NPK 00 52 34 માં રહેલ ફૉસફોરસ એ ઝીંક સાથે ધીમી ગતિએ પ્રક્રિયા કરે છે.

NPK 13 00 45

NPK 13 00 45 માં નાઇટ્રોજન 13%, ફોસ્ફરસ 0% અને પોટેશિયમ 45% હોય છે. અહીં નાઇટ્રોજન છોડની વૃદ્ધિ માટે કાર્ય કરે છે અને જો નાઇટ્રોજનની કમી ના કારણે છોડમાં પીળાશ હોય તો તે દૂર થાય છે.

NPK 13 00 45

પોટાશથી ફળ, ફૂલનો વિકાસ થાય છે અને ફળની ક્વોલિટીમાં સુધારો થાય છે.

NPK 13 00 45 સાથે અન્ય ક્યાં ખાતરો મિક્સ કરી શકાય?

NPK 13 00 45 માં ફોસ્ફરસ ન હોવાથી તેને અન્ય ચિલેટેડ ખાતરો જેવાં કે ઝીંક, મેગ્નેશિયમ સલ્ફેટ અને બોરોન સાથે મિક્સ કરી છંટકાવ કરી શકાય.

NPK 13 00 45 સ્પ્રે ડોઝ

NPK 13 00 45 એક પમ્પમાં 100 ગ્રામ નાખી સ્પ્રે કરવો.NPK 13 00 45 સાથે અન્ય ખાતરો મિક્સ કરવા હોય તો ઝીંક 10 ગ્રામ પ્રતિ પંપ, મેગ્નેશિયમ સલ્ફેટ 100 ગ્રામ પ્રતિ પંપ અને બોરોન 10 ગ્રામ પ્રતિ પંપ મિક્સ કરી છંટકાવ કરી શકાય.

સ્પ્રે કરતી વખતે છોડના તમામ પર્ણો સંપૂર્ણ ભીંજાઈ જાય તેમ સ્પ્રે કરવો.

છોડમાં પહેલાં કયો સ્પ્રે કરવો NPK 00 52 34 કે NPK 13 00 45

NPK 00 52 34 અને NPK 13 00 45 બંને ખાતરો ફ્લાવરિંગ અને ફ્રુટિંગના સમયે સ્પ્રે કરવામાં આવે છે પરંતુ NPK 00 52 34 નો સ્પ્રે ફ્લાવરિંગ સ્ટેજથી થોડો અગાઉ પણ કરી શકાય.

પહેલો સ્પ્રે NPK 00 52 34 નો કરવો ત્યારબાદ 10 દિવસ પછી NPK 13 00 45 નો સ્પ્રે કરવાથી સારું પરીણામ મેળવી શકાય છે.

ખેડૂતમિત્રો, આ લેખથી NPK 00 52 34 અને NPK 13 00 45 ને લગતા ખેડૂતોને પ્રશ્ન હોય તેનું નિરાકરણ મળશે. ખેડૂત ભાઈઓ તમને આ લેખ પસંદ આવે તો અન્ય સાથી ખેડૂતમિત્રો સાથે શેર જરૂર કરજો જેથી તેમને પણ માહિતી મળી રહે!

📌 “ખેડૂત હબ” સાથે જોડાઓ હવે તમારી પસંદગીના સોશિયલ  મિડીયા દ્વારા 👇👇

 Facebook

Instagram

YouTube

Whatsapp

Telegram

લેખ છેલ્લે સુધી વાંચવા બદલ આભાર!

                   

   ~ ખેડૂત હબ ( KhedutHub )

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *